મોરબી શહેરના મણિ મંદિર નજીક વીસી હાઈસ્કૂલ પાસે આજરોજ રવિવારે બપોરના સમયે મોરબી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે દિવાલ તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેમાં તાત્કાલિક બનાવની જાણ થતા જ મહાનગર પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી...