સમગ્ર ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે ગાંધીનગરના કલોલ પંથકમાં ભારે ગરમીના ઉકાળા બાદ વરસાદ શરૂ થયો હતો. કલોલ પંથકમાં આ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત થઈ છે. રાત્રે 8:30 વાગે વરસાદ શરૂ થયો હતો અને મોઢી રાત સુધી વરસાદ યથાવત રહ્યો હતો. આજે ડિઝાસ્ટર મેનેજ મેન્ટ ખાતેથી પણ વરસાદી અકડાં જાહેર કરવામાં આવ્યા હતા.