માણસા તાલુકાના બોરૂ ગામેથી મૃત નવજાત શિશુ મળતા ચકચાર મચી હતી. અંબે માતાજી મંદિર સામે ખુલ્લી જગ્યામાં અજાણ્યું મૃત નવજાત હોવાની માહિતી સરપંચને મળી હતી. જે બાદ તેઓએ સ્થળ પર જઈ માહિતી મેળવી હતી. જેમાં થોડાક સમય પહેલાં જ જન્મેલ મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. જેમાં કોઈ અજાણી વ્યક્તિ નવજાત મૃત શિશુને મૂકી ગયાની માહિતી મળી હતી. જેની જાણ માણસા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.