"પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર" ના અન્વયે ગતરોજ અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ ના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર રશ્મિનભાઈ ભીંડે, શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ, વિજયભાઈ આયડી, ભરતભાઈ નોરીયા, અકરમભાઇ ડ્રાઈવર, સલીમભાઈ કુંભારની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની બીજા તબ્બકા ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.