ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી આ અનોખી પરંપરાને પગલે આ વર્ષે પણ ગણેશોત્સવના શુભારંભે મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને સંપૂર્ણ માન-સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.મહેસાણા ના ફુવારા સર્કલ નજીક આવેલ ગણપતિ દાદાનું મંદિર ખાતે આજથી ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ છે, શહેરના પ્રભુત્વશાળી અને ઐતિહાસિક આ મંદિરમાં ગણેશોત્સવની શરૂઆત એક ખાસ પરંપરા સાથે થાય છે.