ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં ગણેશજી આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. જયારે પ્રકૃતિના ખોળે આવેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચલામલી ગામ ખાતે ગરબીચોક યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સાથે 'સ્થાનિક સંસ્કૃતિ અને સ્વદેશી' થીમ પર શ્રીજી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.મંડળના યુવાન ડૉ.જીગ્નેશ પંડ્યાએ શું કહ્યું? જુઓ