વડોદરા : શહેરના વોર્ડ નં 17 વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા મધરાત્રીના સમયે પાણીગેટ વિસ્તારમાંથી પસાર થતા કેટલાક અસામાજીક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાને પગલે મ્યુનિસિપલ કાઉન્સિલરો,પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ વણસે તે પહેલાં જ એક્શન લેવામાં આવી હતી.