રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં ગત મોડી રાત્રે લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ એક ફોર-વ્હીલર ગાડી પર હુમલો કરીને તેના કાચ તોડી નાખ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લુખ્ખા તત્વોએ ધોકા, પાઈપ અને સોડા બોટલના ઘા કરીને ગાડીમાં તોડફોડ મચાવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.