નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ચાર રસ્તા નજીક ભીખનભાઇ તાહેરભાઇ પટેલની ભંગારની દુકાન સામે મારપીટની ઘટના સામે આવી છે. ફરિયાદી આરિફ સાદુભાઇ પિંજારાએ પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપી તૌસીબ ઉર્ફે બટુ ઇકબાલ કુરેશી, ભીખનભાઇ તાહેરભાઇ પટેલ અને રફીક તાહેરભાઇ પટેલે તેમને ઢિકમુક્કીનો માર મારી નાલાયક ગાળો આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ હવે ફરિયાદ નોંધાઈ છે.