સુરત: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગાંધી જયંતિ નિમિત્તે સુરત શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર શહેરના મુખ્ય સ્થળ ચોકબજાર ખાતે આવેલી ગાંધી પ્રતિમાને મહાનુભાવો દ્વારા સૂત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ ઉજવણીમાં મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી તથા સૂતરની આંટી અર્પણ કરીને રાષ્ટ્રપિતાને ભાવભીની અંજલિ આપી હતી.