નવસારી એલ.સી.બી.એ ગણેશોત્સવ પૂર્વે દારૂની ગેરકાયદેસર હેરાફેરી પર મોટો પ્રહાર કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે ચીખલી હોન્ડ ગામ નજીક નાકાબંધી દરમિયાન આઇસર ટેમ્પો (GJ-16-AU-8751)માંથી ચોરખાનું બનાવી છૂપાવવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન બિયરની કુલ 3,240 નંગ બોટલ, કિંમત રૂ. 5,61,600 જપ્ત કરવામાં આવી. સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 15,67,100 નો મુદ્દામાલ કબજે કરાયો.