“રોજગાર સહાયતા અભિયાન”ને લઈ પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બેરોજગાર યુવક યુવતીઓને રૂબરૂ મળી પ્રશ્નો અને વ્યથા સાંભળવા પ્રવાસ કરી રહ્યા છે.આ અભિયાનની શરૂઆત જુનાગઢ ના માણાવદર,વંથલી અને મેંદરડા ખાતેથી કરવામાં આવી છે.આગામી તારીખ 16,17 અને 18 સપ્ટેમ્બરે વેરાવળ,તાલાલા અને માળિયા હાટીના ની મુલાકાત કરવા જઈ રહ્યા છે.ત્યારે આજે જુનાગઢ ખાતેથી પ્રવાસ કાર્યક્રમને લઈ નિવેદન આપ્યું છે.