મેંદરડા પંથક સહિત ચોમાસુ કરેલ વાવેતર મગફળી સોયાબીન મા ઈયળો નો ઉપદ્રવ વધુ દેખાય છે મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોત્તમ ઢેબરીયાના જણાવ્યા અનુસાર અત્યારે મગફળી તેમજ સોયાબીનમા મુખ્યત્વે લીલી અને લશ્કરી ઈયળનો ઉપદ્રવ બહોળી સંખ્યામાં છે લશ્કરી ઈયળ ની એક ખાસીયત એ છે કે તે સાંજ પડે ને ઉપર આવી ને મગફળી જેવા પાકો ને ખાઈ જાય છે અને સવાર પડતા પાછી જમીન મા ઉતરી જાય છે તેથી તેને મારવી ખુબ મુશ્કેલ છે અને અત્યારે એને કોઈપણ જાત ની જંતુનાશક દવા લાગતી નથી