વડોદરા : માંજલપુર પંચવટી સોસાયટી દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રીજી ની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી અને મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.ત્યારે,આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બ્લડપ્રેશર,સુગર ચેકઅપ,ડાયાબિટીસ,બોડી માસ, સહિતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.જેનો સ્થાનિક લોકો સહિત સિનિયર સિટીજનોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.