એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પેઈન્ટિંગની વિદ્યાર્થિનીનું ક્લાસરૂમમાં કરંટ લાગવાથી મોત થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશો સફાળા જાગ્યા છે. કેમ્પસમાં અભ્યાસ કરતા 50000 જેટલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક હાઈ પાવર કમિટિ બનાવવામાં આવી છે.