શનિવારના 3:30 કલાકે કરાયેલા બંધ રસ્તા ની વિગત મુજબ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વિવિધ નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે. ત્યારે વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલા ઔરંગા નદીના પુલ ઉપર પાણીની સપાટી નજીક નજીક પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને પુલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંથી કુલ રોજિંદા 40 જેટલા ગામના લોકો અવરજવર કરે છે. જેવો એ લાંબો ચકરાવો લેવો પડશે.