જંબુસર જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાતાં ગામ લોકો ભારે હેરાન પરેશાન છે. અનેકવાર રજૂઆત છતાં પંચાયત દ્વારા કોઈ પગલા લેવાયા નથી, જેના કારણે ગામના મેન એન્ટરન્સ રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદુ પાણી પહોંચી ગયું છે, જેના કારણે નાનાં બાળકોન