ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની કોબા પ્રાથમિક શાળામાં આજરોજ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષકોએ અવકાશ વિજ્ઞાનનાં મહત્વ તથા ભારતીય અવકાશ મિશનો વિશે બાળકોને રસપ્રદ માહિતી આપી હતી. આ વિશેષ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બાળકો માટે ચિત્રકલા, મોડેલ પ્રદર્શન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.