શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર જન્મભૂમિમાં સ્થિત માતૃશ્રી ડી.સી.સોની વિદ્યાલયમાં રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી યોજાઈ હતી.આ અવસરે P.H.C.ટોરડા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,ભિલોડાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને કૃમિ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી.જેમાં કૃમિ શું છે? તે આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? કૃમિ દિવસ કેમ ઉજવાય છે? તેનું મહત્વ અને લક્ષણો તેમજ કૃમિથી બચવા માટેના ઉપાયો અંગે જાગૃતિ અપાઈ.