યાત્રાધામ પાવાગઢ તળેટીમાંથી નીકળી હાલોલ નગર ખાતે વડોદરા તરફ જતી વિશ્વામિત્રી નદીને પૂન: જીવિત કરવા માટે 75 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાના છે જે અંતર્ગત આજે શુક્રવારે નગરપાલિકા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, હાલોલ નગરપાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદ સિંહ રાઠોડ સહિતના લોકોએ ઉપસ્થિત રહી પત્રકારોને વિવિધ માહિતી આપી હતી.