પંચમહાલ પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ” અંતર્ગત આજે સવારના સમયે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ જાગૃત નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી પ્રારંભ થઈ હતી જે શહેરના ગાંધી ચોક, બી.વી. ગાંધી પેટ્રોલ પંપ થકી આગળ વધી વાવડી ખાતે પહોંચી હતી. પરંતુ શહેરના બી.વી. ગાંધી પેટ્રોલ પંપ આગળ આવેલા બિસ્માર રસ્તા પર રેલીમાં ભ