વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હજી પણ બેઠકો ખાલી હોવાથી GCAS નું રજીસ્ટ્રેશન ફરી વાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સીટીના રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી.જ્યારે આ અંગે રજિસ્ટ્રારે જીકાસ કમિટી સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લાવવા ખાતરી આપી હતી.