સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે ચોથા વર્ગના કર્મચારી અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ ઘટનાના વિરોધમાં કર્મચારીઓએ કામકાજ બંધ રાખી પોલીસ ચોકી બહાર ધરણા કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સફાઈ કર્મચારી કલ્પનાબેન ફ્લોર પર પોતું મારી રહ્યા હતા. તે દરમિયાન, એક દર્દીના સગા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કલ્પનાબેને તેમને ત્યાંથી ન જવાની વિનંતી કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી.