સુરતના અલથાણ વિસ્તારમાં માતા અને પુત્રના આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. પૂજા પટેલ નામની એક મહિલાએ પોતાના પાંચ વર્ષના પુત્રને એપાર્ટમેન્ટના 13મા માળેથી નીચે ફેંકી દીધા બાદ પોતે પણ છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે પોલીસને મૃતક મહિલાના કપડામાંથી લોહીથી લથપથ એક સુસાઈડ નોટ મળી આવી છે.આપઘાતનું કારણ જાણવા માટે અલથાણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક મહિલાના સાસરી પક્ષ અને પિયર પક્ષના સભ્યોના નિવેદનો લીધા છે.