વડોદરા જિલ્લાના કરનાળીના કુબેર ભંડારી મહાદેવ મંદિરે આજે ભાદરવા વદ સર્વ પિતૃ અમાસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી. ધારાસભ્ય શૈલેષ મહેતા તથા મહંત દિનેશ ગીરીજી અને નંદગીરીજી દ્વારા મધ્યરાત્રીએ કપાટ ખોલાતા વહેલી સવારથી જ ભક્તોએ દર્શન તથા નર્મદા સ્નાનનો લાભ લીધો. વરસાદી માહોલ હોવા છતાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી ભક્તો ઉમટી પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરી.