આજે તારીખ 29 ઓગસ્ટ ના સાંજના 5 કલાકે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરાળા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળતા ખાબડી વિસ્તારમાં રેડ કરતા ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડી રોકડ સહિત કુલ 20070 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.