મહુવા તાલુકાના વસરાઈ ખાતે આવેલ દિશા ઘોડિયા સમાજ ભવન ખાતે સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી વેપાર મેળો 2025 નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર આગામી 1 થી 4 નવેમ્બર ના રોજ યોજાનાર છે આદિવાસી સમાજને આર્થિક ક્ષેત્રે આગળ વધારવા ધંધા રોજગાર ને પ્રોત્સાહન આપવાના હેતુસર યોજાનાર આ ટ્રેડ ફેર નેશનલ કક્ષાનો યોજનાર હોય જે સંદર્ભે મુખ્ય કોર કમિટીની મિટિંગ વસરાઈ સમાજ ભવન ખાતે યોજાઈ હતી.જેમાં ગુજરાત રાજ્ય આદિવાસી સમાજ ના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.