વડોદરા : લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાઘોડિયા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી ને આધારે વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે બે ઈસમો ડેનિસ પાદાર રહે માધવ નગર અને આજવા રોડના બીપીન ભાલીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાર વિદેશી શરાબનો જથ્થો એમ કુલ મળીને 4.21 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.