નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના તોરણગામ વિસ્તારમાં અંબિકા નદીના પૂર્વ કિનારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આશરે 55 થી 60 વર્ષની ઉંમરની આ મહિલા કોઈ અગમ્ય કારણસર નદીના ઊંડા પાણીમાં ડુબી જતાં તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાએ કમરના ભાગે લાલ રંગનો ચણિયો અને કાળા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.