ખેરાલુના શીતકેંદ્ર પર આવેલી ગેસ એજંસીની ઓફીસ પર હોબાળો જોવા મળ્યો છે. 3 દિવસથી સિલેંડરની ગાડી ન આવતી હોવાથી ધક્કા ખાતા ગ્રાહકો પરેશાન બન્યા છે અને એજંસી ઉપર રોષ ઠાલવ્યો છે. તહેવારોના સમયે ગેસની બોટલ ન મળતા ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે અને ઓફિસ સ્તાફ દ્વારા સરખા જવાબ આપવામાં ન હોવાનો પણ આરોપ લગાવ્યો છે. છેલ્લા એક મહિનાથી આ રીતે અનિયમિતતા ચાલી રહી છે તો ગ્રાહકોએ કાળા બજારીનો પણ આરોપ લગાવ્યો છે અને બોટલો બારોબાર વેચાય જતી હોવાની વાત કરી છે.