દીપકભાઈ ધીરુભાઈ ઠાકોર દહેગામથી નરોડા જવા માટે રીક્ષામાં બેઠા હતા. જે રીક્ષામાં ડ્રાઇવર સહિત અન્ય ચાર પેસેન્જર બેઠા હતા. દહેગામ geb વડ નજીક જનતા આઈસ્ક્રીમ સામે આવેલ કટ ખાતે અચાનક કૂતરું આવી જતા રીક્ષા રીક્ષા ડ્રાઇવરે બ્રેક મારી હતી. અચાનક બ્રેક મારતા રીક્ષા પલટી મારી જતા સાવનભાઈ ઠાકોરને ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય લોકોનો બચાવ થયો હતો. સાવનભાઈને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.