ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં PAASના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એ કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતાં કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે, જોકે આ સમાચાર આવ્યા ત્યારે હાર્કિદ પટેલ વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં સવાલ પૂછી રહ્યા હતા.