હળવદ તાલુકામાં સારા વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાયા છે. જળાશયોમાં નવા નીરની ભારે આવક થઈ રહી છે. ત્યારે હળવદનો બ્રાહ્મણી-1 (હરપાલ સાગર) ડેમ ઓવરફ્લો થયો છે. હળવદ તાલુકા પંથકમાં સતત પડી રહેલા વરસાદના કારણે બ્રાહ્મણી-1 (હરપાલ સાગર) ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેના કારણે હાલ ડેમ ઓવરફ્લો થઈને નદીમાં પાણી વહી રહ્યું છે. જેથી ડેમથી નીચાણવાળા વિસ્તારમાં આવતા 15 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.