માળીયા મિયાણા હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક માનસિક બીમાર યુવાને બસમાંથી ઉતરી અચાનક હાઇવે ઉપર દોટ લગાવતા ટ્રક હડફેટે આવી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે, મૃતક યુવાન કચ્છમાં ગૌશાળામાં કામ કરતો હતો અને માનસિક બીમાર થતા તેમના પરિજનો વતન ભરૂચ લઈ જતા હતા ત્યારે આ બનાવ આ બનાવ બન્યો હતો.