રાધનપુરના મસાલી રોડ પર આવેલી વલ્લભનગર અને વિઠ્ઠલનગર સોસાયટીમાં ગટર લાઇન બ્લોક થવાથી હાલાકી સર્જાઈ છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં ચારે તરફ ગંદુ પાણી ભરાઈ જતાં નાગરિકોના ઘરોની સામે પાણીના ખાડા ઉભા થયા છે.વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદ બાદ રસ્તાઓ તળાવ સમા બની ગયા છે.મચ્છરોનો ઉપદ્રવ, ચોમેર દુર્ગંધ અને ગંદકીથી નાગરિકોનું જીવું દુષ્કર બન્યું છે.જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો નાગરિકોએ આંદોલનનો રસ્તો અપનાવવાની ચેતવણી આપી છે.