છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટએ કોલેજ ખાતે ૭૬મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ ગામોમાં વૃક્ષ-રોપા વિતરણ માટેના વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.