તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં ઉમરગામ તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ ડો. નિરવ શાહ અને શહેર સંગઠન પ્રમુખ મયંકભાઇ પ્રેસવાલાના અધ્યક્ષ સ્થાન હેઠળ આયોજન કરવામા આવ્યું હતું.જેમાં વિવિધ વક્તા દ્વારા વિવિધ વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.