છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશય થયો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટના પાનવડ ગામે પુલ તૂટ્યો છે. વર્ષો જૂનો નાના પુલની એક સાઇડનો ભાગ ધરાશાયી થયો છે. પોલીસે બેરીકેટ મૂકી તૂટેલા ભાગને કોર્ડન કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પુલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.