મુસ્લિમ સ્ત્રી કલાકાર ગોબર-માટીથી સપનાં ઘડી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના આહવાનને સાકાર કરવા અને આત્મનિર્ભર સ્ત્રીઓ, આત્મનિર્ભર ગામોના વિષય સાથે સુરતમાં યોજાયેલ સરસ મેળા ૨૦૨૫માં એક અનોખો સ્ટોલ સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. આ સ્ટોલ છે કચ્છ જિલ્લાના નખત્રાણા ગામના દંપતિ નશીમા બાનુ અને તેમના પતિ ઈસાભાઇનો, જેઓ રાજા-રજવાડાના સમયની પરંપરાગત લિપ્પન આર્ટને ગોબર-માટીથી બનાવી આધુનિકતાના યુગમાં જીવંત રાખી રહ્યા છે.