ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા મુખ્યમથક સહિત આજુબાજુના ગામોમાં વરસાદી પાણીના ભરાવા અને અને ગંદકી ને કારણે મચ્છર જન્ય રોગો જોવા મળ્યા છે, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે.વઘઇ સરકારી આરોગ્ય કેન્દ્ર અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ગ્રામ પંચાયત તથા તંત્ર દ્વારા સંયુક્ત પગલાં લેવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ વધુ વિકરાળ બને તેવી શક્યતા છે.