ટેકાના ભાવે વેચાણ કરવામાં માટેનું રજીસ્ટ્રેશન કરાવવામાં ખેડૂતોને તકલીફ પડી રહી છે. આ બાબતે તાત્કાલિક પગલાંઓ લઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ જાય તે માટે કાર્યવાહી કરવા માટે કૃષિ મંત્રીને ભલામણ કરેલ છે.ટેકાના ભાવે વેચાણ કરવાના રજિસ્ટ્રેશનની સમયમર્યાદા વધુ ૧૫ દિવસ સુધી લંબાવવા માટે પણ ભલામણ છે. અત્યંત અગત્યની બાબત હોવાના કારણે તેમજ ઝડપથી નિરાકરણ લાવવું પડે તેવો પ્રશ્ન હોવાના કારણે પાત્ર ટપાલથી મોકલવાના બદલે ઇમેઇલથી મોકલીને ઝડપી રજૂઆત કરેલ છે