ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલ પાણીની આવકને પગલે ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. શુક્રવારે સવારે 4 વાગ્યે ધરોઇ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને પગલે લાકરોડા ચેકડેમ અને અંબોડ સાબરમતી નદી બેકાંઠે વહેવા લાગી છે. જેને પગલે તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખડાત, મહુડી, અનોડિયા, ડોડિપાળ, લાકરોડા, વરસોડા, ગુનમાને એલર્ટ કરાયા છે.