રવિવારે બપોરે 12 વાગ્યા મુજબ ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માણસા તાલુકામાંથી ભક્તો અંબાજી પગપાળા જઇ રહ્યા છે. માણસા તાલુકામાં ઠેર ઠેર ભક્તો માટે સેવાકેમ્પ યોજવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લા તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખાતે મેડિકલ સેવા ઉભી કરવામાં આવી છે.