વડોદરા : સણીયાદ ગામે શંકર સમંદર નામનો ઈસમ ડીગ્રી વગર અને લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરીને એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડોક્ટરી પ્રેક્ટિસ કરે છે.જે આધારે એસઓજીને ટીમે સર્ચ કરતા એલોપેથી દવા,બીપી માપવાનું સાધન તથા સ્ટેથસ્કોપ અને મેડિકલને લગતો સામાન મળી આવ્યો હતો.ડોકટર ન હોવા છતાં ડોકટર તરીકેની પ્રેક્ટિસ કરી માનવ જીવનને જોખમમાં મુકતો હોવાનું જણાય આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.