મોરબી પંથકમાં ગઈકાલ રવિવારે પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોય, ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયાં બાદ તેનો નિકાલ ન થતા આજરોજ સોમવારે હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને આ પાણી વચ્ચેથી પસાર થઈ સારવાર લેવા જવા માટે મજબૂર થવું પડતું હોય, ત્યારે દર્દીઓને પડતી આ સમસ્યા દૂર કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે...