કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગુમ અને ચોરી થયેલો મુદ્દામાલ માલિકોને પરત કરવામાં આવ્યો. કલોલ શહેર, કલોલ તાલુકા અને સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના 145 લાભાર્થીઓને મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન 145 લોકોને 99.28 લાખનો મુદ્દામાલ પર જ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.