This browser does not support the video element.
મેંદરડા: મેંદરડામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન: સર્વે અને વળતરની કામગીરી શરૂ
Mendarda, Junagadh | Sep 3, 2025
મેંદરડામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન, મેંદરડા પંથકમાં ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ માત્ર ત્રણ કલાકમાં ૧૫ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખે સરકારને આવેદનપત્ર આપી, સર્વે કરાવીને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી.આ માંગને પગલે ખેતીવાડી શાખા મેંદરડાએ સર્વેની કામગીરી હાથ ધરી છે.