રાજકોટ રેલ્વે ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રતિકરાજ સિંઘ પોતાના ડ્રાઈવર સાથે રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે સણોસરા ગામ નજીક તેમના પર હુમલો થયો: એન્જિનિયરની કાર અને સામે આવી રહેલી સ્વિફ્ટ કાર વચ્ચે સાઈડ મિરર અથડાઈ જતાં વિવાદ સર્જાયો હતો. વિવાદના પગલે સ્વિફ્ટ કારમાં સવાર હરપાલસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એન્જિનિયરની કાર રોકાવી હુમલો કર્યો