ભિલોડાના રાયસીંગપુર ગામ પાસે વહેલી સવારે અચાનક રસ્તા વચ્ચે દીપડો જોવા મળ્યો હતો.રોજિંદા કામકાજ માટે નીકળેલા વાહનચાલકોએ આ દીપડાને જોઈ દહેશત અનુભવી હતી.એક વાહનચાલકે પોતાના મોબાઇલમાં દીપડાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.વીડિયો વાયરલ થતા આસપાસના ગામોમાં દીપડાના દેખાવ અંગે ચિંતાનો માહોલ છવાયો.વનવિભાગને દીપડાના દેખાવની જાણ થતા વનકર્મીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.સ્થાનિક ગ્રામજનોને રાત્રિ સમયે એકલા ન નીકળવા અને સતર્ક રહેવા જણાવ્યો.