ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની સૂચના અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવેલ નિરીક્ષકો આજે છોટાઉદેપુરની મુલાકાતે આવ્યા હતા. સાવલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નિરીક્ષક ખુમાનસિંહ ચૌહાણની આગેવાનીમાં સર્કિટ હાઉસ ખાતે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસને મજબૂત કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.